HomeGujaratમોરબી સિરામિક સીટી નજીકથી સી.એન.જી. રીક્ષામાંથી મળેલ ઈંગ્લીશ દારૂની 48 બોટલો સાથે...

મોરબી સિરામિક સીટી નજીકથી સી.એન.જી. રીક્ષામાંથી મળેલ ઈંગ્લીશ દારૂની 48 બોટલો સાથે બે શખ્સોની ધરપકડ

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબી-2 સીરામીક સીટી નજીક પોલીસ વોચમાં હોય તે દરમિયાન ત્યાં રહેલ GJ-36-U-6183 નંબરની સી.એન.જી. રીક્ષા શંકાસ્પદ જણાતા તેની તપાસ કરતા રિક્ષામાંથી 48 ઈંગ્લીશ દારૂ બોટલો કુલ રૂ.- 26,532 અને રિક્ષા સહીત કુલ રૂ.- 76,532નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તેમજ આ મુદામાલ સાથે આરોપી સદામભાઈ હબીબભાઈ મોવર અને સંજયભાઈ હિમંતભાઈ ખંમાણી નામના બંને શખ્સોને પોલીસે પકડી લઇ તેની પૂછપરછ કરતા અન્ય ઇગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર શખ્સ ગણેશ ઉઘરેજીયાનું નામ સામે આવ્યું હતું. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે આ ત્રણેય આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW