HomeGujaratમોરબીમાં રહેણાંક મકાનમાંથી 120 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ, બે શખ્સોની ધરપકડ

મોરબીમાં રહેણાંક મકાનમાંથી 120 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ, બે શખ્સોની ધરપકડ

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે નવલખી રોડ પર આવેલ રણછોડ નગર જલારામ પાર્ક પાછળના વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જ્યાં આરોપી મેહબુબભાઈ ઉર્ફે મેબલો સુલેમાનભાઈ સુમરાના રહેણાંક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 120 બોટલો મળી આવી હતી. તેમજ દારૂની બોટલોની સાથે સ્થળે પરથી 2 મોબાઈલ ફોન અને એક બાઈક સહીત કુલ રૂ.- 1,26,207નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મુદામાલ સાથે આરોપી મેહબુબભાઈ ઉર્ફે મેબલો સુલેમાનભાઈ સુમરા અને સંજયભાઈ ચંદુભાઈ પરેસાને પોલીસે પકડી લઇ તેમજ ફરાર સાગરભાઈ કાંતિલાલ પલાણને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW