HomeGujaratઆવતીકાલે તા.28 ફેબ્રુઆરીના રોજ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળશે

આવતીકાલે તા.28 ફેબ્રુઆરીના રોજ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળશે

રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ હેઠળ રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત થતા કામોની સૈદ્ધાંતિક મંજુરી આપવા બાબતે તેમજ મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ હેઠળના કામોની સમીક્ષા અર્થે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ મોરબીની 30 મી સમીક્ષા બેઠક યોજાશે.

ઉક્ત બેઠકનું જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને આવતીકાલના રોજ બપોરના 12 કલાકે કલેકટર કચેરી-મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમિતિના સર્વે સભ્યોને હાજર રહેવા માટે અનુરોધ કરવામાં આવે છે. તેમ સભ્ય સચિવ અને યુનિટ મેનેજર, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW