રાજકોટ-મોરબી હાઈવે રોડ ઉપર સ્વીફ્ટ કાર વડે નશાની હાલતમાં જોખમી રીતે સ્ટંટ કરનાર ઈસમને ટંકારા પોલીસે ઝડપી લીધો.

મળતી માહિતી મુજબ ગઈકાલના રોજ ટંકારાના ડેમી ડેમ-2ના બારનાલા પર GJ-36-AL-3047 નંબરની સ્વીફ્ટ કાર ચાલકે નશાની હાલતમાં કાર હંકારી આઈસર ટ્રક સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો. જે બાદ આઈસરના ચાલકે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અગાઉ GJ-36-AL-3047 નંબરની સ્વીફ્ટ કાર રાજકોટ-મોરબી હાઈવે રોડ ઉપર સ્વીફ્ટ કારમાં નશાની હાલતમાં જોખમી રીતે સ્ટંટ કરનાર ઇસમ જાવેદ ઈસ્માઈલભાઈ સૈચાને પોલીસે પકડી લઇ સ્વીફ્ટ કાર કુલ રૂ.- 3 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

