મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા એન જી મહેતા હાઈ સ્કૂલ માં બે દિવસ પહેલા તસ્કરો ત્રાટક્યા હતા મુખ્ય પ્રવેશ દ્વારની જારી તોડી પ્રવેશ્યા હતા અને સ્કૂલમાં પાણી ભરવાની ઇલેક્ટ્રીક મોટર ની ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે શાળાના આચાર્ય દિપાલીબેને બી-ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આ શાળામાં 6 મહિના અગાઉ પણ બે વખત ચોરીનો પ્રયાસ થયો હતો પણ તે વખતે કોઈ વસ્તુ હાથમાં આવી ન હતી આ વખતે જાણે તસ્કરો ને જે હાથમાં આવ્યું તે લઈને નીકળી ગયા હતા.

