મોરબી એલસીબી ટીમને ખાનગી રહે બાતમી મળી કે, શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી રાજસ્થાની હોટલના ગ્રાઉન્ડમાં હોટલ સંચાલક ભગીરથ મંગારામ બિશ્નોઈ અમુક ઈસમો સાથે મળી હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ગેસના ભરેલ ટેન્કરમાંથી ગેસ કાઢવાની ગેરકાયદેસર પ્રવુતિ ચાલતી હોય જે મળેલ બાતમીના આધારે એલસીબી ટીમે સ્થળ પર પહોચી દરોડો પાડ્યો હતો. જે સ્થળેથી ગેસ ભરેલ ટેન્કર, ગેસ ભરેલ સીલેન્ડર નંગ-26 બાટલા, ખાલી સિલેન્ડર નંગ-21 તેમજ અન્ય સાધનો મળી કુલ રૂ.- 50,66,079ના મુદામાલ સાથે બે આરોપી રાહુલ જેતારામ બિશ્નોઈ અને બુધારામ વાગતારામ બિશ્નોઈ નામના બે શખ્સોને પોલીસે પકડી લીધા હતા. જયારે અન્ય બે આરોપી ભગીરથ મંગારામ બિશ્નોઈ અને ટેન્કરના ચાલક આ તમામ ચાર આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


