HomeGujaratમોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકત જપ્તી/ ટાંચની  પ્રક્રિયા હાથ ધરવામાં આવી

મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકત જપ્તી/ ટાંચની  પ્રક્રિયા હાથ ધરવામાં આવી

મોરબી મહાનગરપાલિકા દ્વારા રૂ.1 લાખથી વધુ રકમના 257 મિલકત ધારકોને ગત તારીખ:01/01/2025 થી તારીખ: 09/01/2025 સુધીમાં વોરંટ બજવણી કરવામાં આવેલ. જેમાંથી 42 મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવ્યો છે. 

આ કામગીરી દરમિયાન ટેકસ શાખા દ્વારા 9 મિલકતોને સીલ કરવામાં આવી હતી. તેમજ રૂ. 75,000 થી રૂ.1 લાખ સુધીની રકમ બાકીના મિલકત ધારકોને વોરંટ બજવણી કરવાની કામગીરી ટેકસ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ગત તારીખ:  15/02/2025ના રોજ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર સંજયકુમાર સોની તથા ટેકસ શાખાની ટીમ દ્વારા 6 મિલકત જપ્તી/ટાંચમાં લેવામાં આવી હતી.

જેમાંથી 5 મિલકત ધારકો દ્વારા સ્થળ પર જ ચેક અને રોકડ-રકમ આપીને બાકી વેરાની ભરપાઈ કરવામાં આવી હતી અને આ કામગીરી દરમિયાન 1 મિલકતને સીલ કરવામાં આવી હતી. મોરબી  શહેરની જનતાને બાકી વેરાની તાત્કાલિક ભરપાઈ કરવા માટે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમ નાયબ કમિશનર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW