HomeGujaratમોરબી જિલ્લામાં બનેલ અપમૃત્યુ બનાવમાં 2નામોત

મોરબી જિલ્લામાં બનેલ અપમૃત્યુ બનાવમાં 2નામોત

મોરબીના લીલાપર કેનાલ રોડ પર રામકો બંગલો પાછળ અંજલી પાર્ક સોસાયટીમાં રહેતા હરેશ મગનલાલ અંદરપા નામના આધેડનું લાંબા સમયથી મગજની બીમારીથી પીડાતા હોય અને ગઈકાલના રોજ પોતાના રહેણાંક મકાને શ્વાસ બંધ થઈ જતા આધેડને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

ટંકારાના છતર ગામ પાસે આવેલ શ્રી રામ ફેક્ટરીમાં કામ કરતા અને અમદાવાદમાં કાળુપુરમાં રહેતા મોહમ્મદજુનેદ નુરમોહમ્મદ શેખ નામનો યુવક ગત તા.-05ના રોજ ફેક્ટરીમાં ફાયબરના શેડ પર કામ કરતો હોય તે સમયે અકસ્માતે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મોહમ્મદજુનેદ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW