HomeGujaratમોરબીના મકનસર ગામે બાકી બીલની ઉઘરાણી કરવા ગયેલ વીજ કર્મીઓ પર લોખંડના...

મોરબીના મકનસર ગામે બાકી બીલની ઉઘરાણી કરવા ગયેલ વીજ કર્મીઓ પર લોખંડના ધારીયા વડે હુમલો

મોરબીના સામાકાંઠે શીવ પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ સુરતના વતની મીતભાઈ પ્રવિણભાઇ પટેલ પીજીવીસીએલ વિભાગમાં જુનીયર ઈજનેર તરીકે નોકરી કરે છે. ગત તા.-28/01/2025ના રોજ નવા મકનસર ગામ રબારી વાસ નજીક ફરીયાદી તેમજ સાહેદ સરકારી કર્મચારી આરોપી અશોકભાઈ બહાદુરભાઈ સારલાના ઘરે વીજ બીલ બાકી રકમની ઉઘરાણી કરવા ગયા હતા. જે બાબતે આરોપીઓ અશોકભાઈ બહાદુરભાઈ સારલા, આશીષ અશોકભાઈ સારલા અને પીન્ટુ બહાદુરભાઈ સારલા રહે.નવા મકનસર તા.જી.મોરબીવાળાને સારૂ નહી લાગતા ભુડાબોલી ગાળો આપી ફરીયાદી તથા સાહેદ દશરથસિંહ દીલુભા સાથે જપાજપી કરી સાહેદને ઢીકાપાટુનો માર મારી તથા ફરીયાદી સાથે ઝપાઝપી કરી ઘરમાં પડેલ લોખંડનુ ધારીયુ લઇ ધારીયા વડે હુમલો કરી ફરીયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મીતભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW