મોરબી એલસીબીને રંગપર બેલા ગામની સીમમાં આવેલ સિસમ કારખાનાની સામે દુકાનમાં અમુક માણસો દ્વારા દેશી દારૂના જથ્થાનું વેચાણ થતું હોય તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. તે સ્થળેથી 275 લીટર દેશી દારૂનો જથ્થો મળ્યો હતો. આ મુદામાલ સાથે આરોપી તૌફીક ઉર્ફે તોફ્લો ગુલામહુસેન સુમરા, સાગર જગદીશભાઈ પંડ્યા અને ઈરફાન વલીમામંદ કટારીયા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લીધા હતા. તેમજ અન્ય યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચાણીયા, અનવર ગુલામહુસેન સુમરા અને દારૂની હેરાફેરી કરતો ઇકો કારનો ચાલકનું નામ સામે આવ્યું હતું. આ તમામ આરોપી વિરુદ્ધ પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

