આગામી મકરસંક્રાંતી પર્વ દરમ્યાન મનુષ્ય, તથા પર્યાવરણને નુકસાન કરતા પ્રતિબંધીત ચાઇનીઝ દોરી સળગી ઉઠે તેવા તુકલ, વિગેરે પકડી પાડવા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી બાતમી આધારે ચાર ઇસમોને પ્રતિબંધીત ચાઇનીઝ દોરી (ફિરકા)નું વેચાણ કરતા પકડી પાડ્યા હતા. આ ચારેય ઇસમો પાસેથી ચાઇનીઝ દોરી(ફીરકા) કુલ નંગ- 451 કિ.રૂ.- 2,93,150 ના મુદામાલ સાથે પકડી લઇ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી તથા મુદામાલ:-
(1) મહેબુબભાઈ તૌફીકભાઈ ખોખર જાતે સીપાઈ ઉ.વ.19 ધંધો મજુરી રહે સીપાઈવાસ માતમ ચોક પાસે મોરબી
પ્રતિબંધીત ચાઈનીઝ દોરાઓ ફિરકા નંગ-11 કુલ રૂ.- 7,150નો મુદામાલ કબ્જે કરેલ છે.
(2) અનવરભાઈ હાજીભાઈ વડગામા જાતે ઘાંચી ઉ.વ.19 ધંધો મજુરી રહે સીપાઈવાસ જમાદાર શેરી મોરબી
પ્રતિબંધીત ચાઈનીઝ દોરાઓ ફીરકી નંગ-29 કુલ રૂ.- 18,850નો મુદામાલ કબ્જે કરેલ છે.
(3) ફૈઝલભાઈ હનીફભાઈ પઠાણ જાતે સીપાઈ ઉ.વ.26 ધંધો કલરકામ રહે સીપાઈવાસ માતમચોક મોરબી
પ્રતિબંધીત ચાઈનીઝ દોરાઓ ફીરકી નંગ-13 કુલ રૂ.- 8,450નો મુદામાલ કબ્જે કરેલ છે.
(4) વિપુલભાઈ સમુખભાઈ હિરાણી જાતે લોહાણા ઉ.વ.42 ધંધો વેપાર રહે સાવસર પ્લૉટ શેરી નં.3 મોરબી
પ્રતિબંધીત ચાઈનીઝ દોરાઓ ફીરકી નંગ-408 કુલ કિ.રૂ.- 2,65,200નો મુદામાલ કબ્જે કરેલ છે.

