HomeGujaratમોરબીના ગોરખીજડીયા અલખધણી ગૌશાળા મુકામે ભવ્ય રામદેવ રામાયણ કથાનો પ્રારંભ

મોરબીના ગોરખીજડીયા અલખધણી ગૌશાળા મુકામે ભવ્ય રામદેવ રામાયણ કથાનો પ્રારંભ

મોરબીના ગોરખીજડીયા ખાતે આવેલ અલગધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટના 15 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે અલખ ધણી ગૌશાળાના સ્થાપક સ્વ અંબારામ ભગતના માર્ગદર્શન હેઠળ ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કથાના વક્તા સંત રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં રામધન આશ્રમ મોરબી બીરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. સંતો મહંતો ઉપસ્થિત રહેશે. કથા પ્રારંભ તા. 08/01/2025ને બુધવારથી કથા વિરામ 14/01/2025 મંગળવાર સુધી કથાનો સમય સવારે 9:00 થી 11:30 બપોર 2:30 થી 5:00 વાગ્યે સુધીનો રહેશે.

કથામાં આવતા પાવનકારી પ્રસંગો પોથીયાત્રા તા. 08/01/2025 બપોરે 2:00 વાગ્યે, તા. 09/01/2025ને ગુરૂવાર નંદ મહોત્સવ, તા. 10/01/2025 ને શુક્રવાર રામદેવજી મહારાજ પ્રાગટ્ય ઉત્સવ, તા. 11/01/2025ને શનિવાર ભૈરવ ઉધ્ધાર, રાત્રે રામદેવપીર નો પાટ સંતવાણી, તા.12/01/2025ને રવિવાર રામદેવજી મહારાજ નો વિવાહ, તા. 13/01/2025ને સોમવાર રામદેવજી મહારાજના ભક્તો અને પાટનો મહિમા ગત ગંગાના ભકતો ની કથા, તા. 14/01/2025 ને મંગળવારે કથાની પૂર્ણાહુતી કથામાં અવતા ભાવિક ભક્તો માટે મહાપ્રસાદ વ્યવસ્થા રાખેલ છે અલખધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પાવન પ્રસંગે સહકુટુંબ, મિત્ર મંડળ તથા ભકતજનોના બહોળા સમુદાય સાથે પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW