વાંકાનેરના રાજાવડલા ગામે રહેતા દેવજીભાઈ કાળુભાઈ દેત્રોજાએ ગઈકાલના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.