મોરબી જિલ્લામાં વધતી જતી ગુનાખોરી અને જિલ્લા પોલીસની કામગીરી સામે ઉઠતા સવાલ વચ્ચે અવાર નવાર SMCની ટીમ ત્રાટકી અલગ અલગ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવી કેસ કરતી હોય છે ત્યારે ફરી એકવાર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ મોરબી જિલ્લામાં ત્રાટકી હતી આ વખતે ટંકારા પોલીસ મથકથી માત્ર 200 મીટર દુર પોલીસ લાઈન નજીક થી રજાકભાઇ ઉર્ફે કલું હસનભાઇ મકવાણા નામના શખ્સને ગેર કાયદેસર હથીયાર સાથે ઝડપી પાડ્યો હતો આ શખ્સ પાસેથી પિસ્ટલ 1 તથા કારતુસ 1 તથા સ્ટાર્ટર તેમજ રોકડ રકમ રૂ.10 680 અને મોબાઇલ ફોન સહીત 41,830 નો મુદ્દામાલ મળી આવ્યો હતો આરોપીની પૂછ પરછ કરતા માળિયા મિયાણાના અલ્તાફ નામના શખ્સ પાસેથી ખરીદ્યું હોવાનું અને રજાક ઉર્ફે કલુ મકવાણા નામનો શખ્સ આપી ગયા હોવાનું જણાવ્યું હતું જે બાદ પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

