HomeGujaratવાંકાનેરમાં જુના ઝઘડાનું મનદુઃખ રાખી યુવાનના સગીર પુત્રને ચાર શખ્સે માર માર્યો

વાંકાનેરમાં જુના ઝઘડાનું મનદુઃખ રાખી યુવાનના સગીર પુત્રને ચાર શખ્સે માર માર્યો

વાંકાનેર ગાયત્રી મંદિર નજીક રહેતા પીન્ટુભાઈ જીણાભાઈ મળદરીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી શૈલેષભાઈ ગંગારામભાઈ ચારોલીયા, ગંગારામભાઈ નાજાભાઇ ચારોલીયા, સંજયભાઈ ગંગારામભાઈ ચારોલીયા અને હકુભાઇ ગંગારામભાઈ ચારોલીયા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓની સાથે ફરિયાદીને અગાઉ ઝઘડો થયો હોય, જેનું મનદુઃખ રાખી ફરિયાદીનો દિકરો વિક્રમ મંદિરે જતાં હોય તે સમયે તેને ‘ સામે કેમ જુએ છે ?‘ કહી લાફો મારી લેતાં આ બાબતે ફરિયાદી આરોપીઓને સમજાવતા ચારેય આરોપીઓએ ફરિયાદી તથા તેમના પરિવાર પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી હતી. આ મામલે પોલીસે પિન્ટુભાઈની ફરિયાદના આધારે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW