HomeGujaratટંકારાના હમીરપરમાં આધેડે 20લાખ સામે 24લાખ ચૂકવ્યા છતાં મારી નાખવાની ધમકી આપતા...

ટંકારાના હમીરપરમાં આધેડે 20લાખ સામે 24લાખ ચૂકવ્યા છતાં મારી નાખવાની ધમકી આપતા ગળેફાંસો લગાવી જીવન ટુકાવ્યું

મોરબી જિલ્લામાં વ્યાજખોરોનો કોઈ ત્રાસ ન હોવાના અને સબ સલામત હોવાના પોલીસ અને સ્થાનિક તંત્ર દાવાઓ કરી રહ્યું છે પરંતુ આ દાવા પાછળની હકીકત અત્યંત ડરામણી છે.કારણ કે જિલ્લામાં હજુ પણ વ્યાજખોરો આડેધડ વ્યાજ વસૂલવા અને બળ જબરી પૂર્વક મિલકતો ચેક પડાવી લેવાની સતત ઘટના વધી છે ત્યારે ટંકારામાં તો વ્યાજખોરોના ત્રાસ થી એક આધેડ આપઘાત કરવા મજબૂર બન્યા હતા. ટંકારા તાલુકાના હમીરપર ગામમાં થતાં રહેતા ભાવનાબેન ગોપાલભાઈ ચીકાણી નામની મહિલાના પતિ ગોપાલભાઈ વેલજીભાઈ ચીકાણી પાસેથી ભગવાનજી રાયધન ખાંડેખા એ બળજબરી કરી જમીનનુ રુ.૨૩,૨૩,૦૦૦/- નુ સાટા ખત કરાવ્યું હતું અને તેના જે સાટા ખત પેટે રુ.૧૦ લાખ ચેકથી આપી જેનુ વ્યાજ રુ.૦૫ લાખ આપેલ હોવા છતા જમીનનો દસ્તાવેજ કરી આપવા બળજબરી કરી મોતનો ભય બતાવતા તેમજ મારી નાખવાની ધમકીઓ આપતો હતો આં ઉપરાંત રાહુલ બચુભાઈ સવસેટા એ ગોપાલભાઈ પાસે પ્રોમીસરી નોટ લખાવી રુ.૨૦ લાખ આપી તેનુ વ્યાજ ૧૦ % લેખે લેતા વ્યાજ વસૂલ કરતો હતો તેમ છતાં ગોપાલભાઈ મરુ.૨૪ લાખ વ્યાજ સહીત ચુકતે કરી આપવા છતા આરોપીઓ જાણે ધરાયા ન હોય તેમ વધુને વધુ વ્યાજ માગી તેની પઠાણી ઉઘરાણી કરી હતી અને ઉચુ વ્યાજ મેળવવા માટે બળજબરી કરી મોતનો ભય બતાવતા હતા તેમજ મારી નાખવાની ધમકીઓ પણ આપતા ગોપાલભાઈ ડરી ગયા હતા અને લાગી આવતા તેઓએ ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. વ્યાજખોરોના ત્રાસ થી પતિ મરવા મજબૂર બનતા પત્નીએ બન્ને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW