HomeGujaratહળવદના રણમલપુર પાસે બાઈક પર જતા પિતા પુત્ર કેનાલમાં ખાબક્યા,બન્નેની શોધખોળ શરુ

હળવદના રણમલપુર પાસે બાઈક પર જતા પિતા પુત્ર કેનાલમાં ખાબક્યા,બન્નેની શોધખોળ શરુ

હળવદ તાલુકાના રણમલપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ખેડૂત પિતા પુત્ર તેનું બાઈક લઇ ને વાડી એ જતા હતા તે દરમિયાન કેનાલ પાસે કોઈ કારણસર બાઈક બેકાબુ બની ગયું હતું અને પાણીથી ભરેલ કેનાલમાં પડ્યું હતું પાણીના ઘસમસતા પ્રવાહમાં બન્ને પિતા પુત્ર તણાવા લાગ્યા હતા જે અંગે ની જાણ આસપાસના અન્ય લોકોને થતા તેઓએ ફાયર વિભાગ ને જાણ કરી હતી જેથી ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયા સ્થળ પર પહોચ્યા હતા

અને પિતા પુત્રની શોધખોળ હાથ ધરી હતી પ્રાથમિક માહિતી મુજબ ગુમ થનાર પિતાનું નામ ધીરુભાઈ હરજીભાઈ ઉમર વર્ષ ૫૫ જયારે પુત્રનું નામ વિશાલ ધીરુભાઈ ઉમર વર્ષ 25 હોવાનું સામે આવ્યું છે બનાવ ની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા જોકે મોડે સુધી બન્ને પિતા પુત્રનો પત્તો લાગી શક્યો ન હતો

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW