HomeGujaratમોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા ખેતીવાડી વિભાગની તાકીદ 

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા ખેતીવાડી વિભાગની તાકીદ 

યાર્ડમાં જણસ ઢાંકીને લાવવા, ખેતરમાં તૈયાર પાક સુરક્ષિત સ્થળે ખસેડવા જણાવાયુ,  

રાજયભરમાં હાલ કડકડતી ઠંડી વચ્ચે ચાલુ સપ્તાહમાં કમોસમી વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત ક્રીવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે સવારે અને રાત્રીના ઠંડી પડી રહી છે તો દિવસ દરમિયાન ફરી તડકાનો અહેસાસ થઈ રહ્યો છે તો આકાશમાં પણ દિવસ દરમિયાન વાદળ છાયું વાતાવરણ સર્જાતા સુકા પવનનું પ્રમાણ ઘટ્યું અને ભેજનું પ્રમાણ વધ્યું હોય તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા અગામી 27 અને 28 ડીસેમ્બરના રોજ છુટા છવાયા વિસ્તારમાં હળવા છાટા થઇ લઇ  કમોસમી  વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઇ ખેડૂતોને પણ તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે ખાસ કરીને જે ખેડૂતોનો પાક તૈયાર છે અને યાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા છે  આગાહી દરમિયાન શક્ય હોય તો યાર્ડમાં જણસ ન લાવવા અને તેમ છતાં જો યાર્ડમાં જણસ લાવવાના હોય તો તકેદારી રૂપે  તાળપત્રીથી ઢાકીને  લાવવા જણાવ્યું છે. આ ઉપરાંત જે પણ ખેતરમાં હાલ પાક તૈયાર થઇ ગયો છે અને લણવાનો બાકી હોય તેમણે બે દિવસમાં પાક લણવા અને સુરક્ષિત સ્થળે ઢાંકીને રાખવા  જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયાએ જણાવ્યું હતું. 

આ ઉપરાંત તો શિયાળુ પાક જે હાલ તૈયાર છે તેમાં આગામી બે ત્રણ દિવસ પિયત ન આપવા કે રાસાયણિક ખાતરકે  દવાનો છંટકાવ ન કરવા તાકીદ કરવામાં આવી છે વધુ માહિતી માટે આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર– ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક સાધી શકાશે.

લઘુતમ તાપમાન 10 જયારે મહતમ 31 ડીગ્રી સુધી ઉચકાયુ,
 
મોરબી જિલ્લામાં છેલ્લા બે સપ્તાહ થી ઠંડુનું મોજું ફરી વળ્યું હતું ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડી અનુભવાઈ રહી હતી ત્યારે આજે જિલ્લા લઘુતમ તાપમાન 10 થી 11 વચ્ચે રહ્યું હતું તો મહતમ તાપમાન 31 ડીગ્રી સુધી પહોચતા દિવસ દરમિયાન ઠંડી ગાયબ થઇ હતી અને દિવસ દરમિયાન હળવી ગરમીનો પણ અહેસાસ થયો હતો.   

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW