HomeGujaratહળવદના કડિયાણા ગામ નજીક ટ્રકમાં માટીની આડમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સની...

હળવદના કડિયાણા ગામ નજીક ટ્રકમાં માટીની આડમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સની ધરપકડ

મોરબી એલસીબી ટીમ વોચમાં હોય તે દરમિયાન રાજસ્થાનથી માટીના પાવડરના જથ્થા નીચે દારૂ બિયરનો જથ્થો મોરબી લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા હળવદ-મોરબી રોડ ઉપર કડીયાણા ગામ નજીક આવેલ ખોડલ રામદેવ હોટલ પાસે વોચ ગોઠવી હતી.

જે વોચ દરમિયાન RJ-36-GA-3843 નંબરના ટ્રકને અટકાવી તલાશી લેતા આરોપી ટ્રક ચાલક ચેતનસિંહ ભંવરસિંહ ચૌહાણ અને આરોપી ધરમસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ બન્ને રહે.રાજસ્થાન વાળાના કબજા વાળા ટ્રકમાં માટીના પાવડરના જથ્થા નીચે છુપાવેલ અલગ-અલગ બ્રાન્ડની વ્હીસ્કી, રમની 42 બોટલ તેમજ બિયર ટીન, 2 મોબાઈલ ફોન, ટ્રક કિંમત રૂપિયા 10 લાખ તેમજ 26 ટન માટી કિંમત રૂપિયા 36,279 મળી કુલ રૂ.11,09,511ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

બન્ને આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત આપી હતી કે, વિદેશી દારૂ અને બિયરનો આ જથ્થો મોરબીના સતીશ ગઢિયા અને મહેન્દ્રભાઈ નામના વ્યક્તિએ મંગાવ્યો હોય આરોપીઓએ રાજસ્થાનના બ્યાવર ખાતે દારૂનો ઠેકો ધરાવતા આરોપી કુલદીપ ટાંકના ઠેકા ઉપરથી દારૂ – બિયરનો જથ્થો મેળવ્યો હતો. આ બનાવ અંગે એલસીબી ટીમે બન્ને ટ્રક ચાલકની અટકાયત કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW