ગઢડાના નિંગાળા ગામે યુવાન માટે ડાળી જ મોતનું કારણ બની છે. યુવાને જે ડાળી કાપી હતી તે તેની માથે પડી અને યુવાન નીચે પટકાયો હતો. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ તો આ વીડિયો સોશયલ મીડિયામાં પણ વાઈરલ થયો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ગઢડાના નિંગાળા ગામે રહેતા અને મજુરીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મકોડભાઇ મનસુખભાઇ સાંથલિયા (ઉ.વ.23) નામનો યુવાન સોમવારે સાંજે પીપળીયા રોડ પર આવેલા સુરધનદાદાની જગ્યાએ ઝાડ કાપી રહ્યો હતો. આ સમયે નીચે ઉભેલા વ્યકિતઓ તેનો વીડિયો પણ ઉતારી રહ્યા હતા.

ઝાડ કાપી રહેલા મકોડભાઈનું ધ્યાન વીડિયોમાં હતું ત્યારે જ પોતાના ઉપર વિશાળ ડાળી પડતા તે નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.આ બનાવથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી. બનાવ અંગે ગઢડા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

