HomeGujaratમોરબીના લક્ષ્મીનગરમાં ડીગ્રી વગર દર્દીઓની સારવાર કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

મોરબીના લક્ષ્મીનગરમાં ડીગ્રી વગર દર્દીઓની સારવાર કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

મોરબી માળિયા નેશનલ હાઈવે પર આવેલા લક્ષ્મીનગર ગામની હદમાં આવેલા અક્ષર પ્લાઝામાં શ્રીરામ કલીનીકમાં એક શખ્સ કોઈ પણ પ્રકારની ડીગ્રી વગર દર્દીઓની સારવાર કરતા હોવાની તાલુકા પોલીસને બાતમી મળતા તાલુકા પોલીસની ટીમ કલીનીક પર પહોચી હતી અને ડોક્ટર બનીને લોકોની સારવાર કરતા શખ્સ હિતેશ કાનજી કારાવડીયાની પૂછ પરછ કરી હતી અને તેની પાસે ડોકટરી પ્રમાણ પત્ર માગતા તે ન હોવાનું જણાવ્યું હતું જેથી તાલુકા પોલીસે હિતેશ કારાવડીયાની ધરપકડ કરીહતી અને તેના વિરુદ્ધ મેડીકલ પ્રેકટીશનર એકટ ૩૦, ૩૩ મુજબ ગુન્હો નોધી તેની પાસેથી એલોપેથીક દવાનો જથ્થો રાખી કુલ કી.રૂ.૮૧૩૯.૪૬/- ના મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW