ટંકારા નેકનામ ગામે રહેતા કેશરભાઈ જેઠાભાઈ બારીઆના સગીર વયના બે બાળકો ગઈકાલના રોજ સવારના સમયે ગામની સીમમાંથી કાંતિભાઈ પટેલની વાડીએ (1) હાર્દિક ઉ.વ.03 તથા (2) વૈભવ ઉ.વ.1.5 બાળકો રમતા હતાં. તે દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમ દ્રારા બન્ને બાળકોનું અપહરણ થયું હતું. જે અંગેની માહિતી ટંકારા પોલીસ સ્ટેશને મળતા ગુન્હો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી હતી.
વાંકાનેર વિભાગના પોલીસ સ્ટાફ તથા એલ.સી.બી સ્ટાફ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને સી.સી.ટી.વી ફુટેઝ તથા હયુમન સોર્સીસના આધારે નેકનામ ગામ.મીતાણા ગામ તથા વાલાસણ ગામ તથા વાંકાનેર શહેર વિસ્તારમાં ચેકીંગ કર્યું હતું તથા અવાવરૂ જગ્યાઓમાં તપાસ કરતા આજ રોજ અપહરણ થનાર બંન્ને માસુમ બાળકો અને અપહરણ કરનાર મહિલા આરોપી સાથે શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરીને ફરીયાદીને તેના સગીરવયના બંન્ને બાળકોને હેમખેમ શોધી સુપ્રત કરવામાં આવ્યા હતા. આ રીતે અપહરણ થયેલ સગીરવયના બંન્ને માસુમ બાળકોને પોલીસે હેમખેમ શોધી કાઢવામાં સફળતા મેળવી.

