HomeGujaratમોરબીમાં ફિલ્મ જોવા જઈ રહેલા દંપતીને કારે હડફેટે લેતા, પત્ની સામે જ...

મોરબીમાં ફિલ્મ જોવા જઈ રહેલા દંપતીને કારે હડફેટે લેતા, પત્ની સામે જ પતિનું મોત

મોરબીના નાની વાવડી ગામે કેનાલ પાસે ગાયત્રીનગરમાં રહેતા કિશનભાઈ હરીશભાઈ માવદીયા અને તેમના પત્ની ચાંદનીબેન તે બંને GJ-36-AK-6435 નંબરનું બાઈક લઈને ગઈકાલે બપોરના શોમાં પુષ્પા -2 ફિલ્મ જોવા કંડલા બાયપાસ ઉપર આવેલ નેક્સેસ સિનેમા ખાતે જતા હતા. ત્યારે નેક્સેસ સિનેમા સામે રોડની કટ્ટમાંથી સિનેમાં તરફ જવા માટે નીકળતા ત્યારે આરટીઓ કચેરી તરફથી આવેલ GJ-13-AM-5897 નંબરની કારના ચાલકે બાઇકને હડફેટે લેતા કિશનભાઈનું ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની ચાંદનીબેનને માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી હોસ્પીટલમાં અને બાદમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના મામલે મૃતકના નાના ભાઈ નિમિશભાઈ માવદીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW