મોરબીના ત્રાજપર ચાર રસ્તા નિલકંઠ સોસાયટીમાં રહેતા અને મૂળ આંધ્રપ્રદેશના વતની રાજલક્ષ્મીબેન બાલાજીરાવ પ્રીંજલા નામના મહિલાએ 90386 57572ના મોબાઇલ ધારક, Union Bank of India બેંક એકાઉન્ટ નંબર 300801010521733, Bank of India બેંક એકાઉન્ટ નંબર 490020110000787, Bank of Maharashtra બેંક એકાઉન્ટ નંબર 60501959211 તથા Bank of Maharashtra બેંક એકાઉન્ટ નંબર 60504778312 ના ધારક વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે,
આ તમામ આરોપીએ મળી ગુન્હાહીત કાવતરૂ રચી ફરીયાદીને KFC કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાનું લોભામણી લાલચ આપી ફરી.નો વિશ્વાસ અને ભરોસો કેળવીને અલગ-અલગ તારીએ આરોપીઓના ઉપરોકત બેંક એકાઉન્ટમાં રૂ.- 38,32,299નું રોકાણ કરાવી અને આરોપીઓએ ફરીયાદીને આજદિન સુધી ફ્રેન્ચાઇઝી નહી આપી તથા આ કામના આરોપીઓએ ફરી.ના રોકાણ કરેલ રૂપીયા પણ આજદિન સુધી પરત નહી આપી ફરી.સાથે છેતરપીંડી કરી હતી.

