HomeGujaratમોરબી નવલખીનો 41કિમી રોડ ફોર લેન થશે વવાણીયા થી માળિયા જોડતા રોડ...

મોરબી નવલખીનો 41કિમી રોડ ફોર લેન થશે વવાણીયા થી માળિયા જોડતા રોડ માટે ફાટક ઓવર બ્રીજ સહિતના કામ માટે 290 કરોડ મંજૂર

મોરબી શહેરથી નવલખી પોર્ટને જોડતા સ્ટેટ હાઇવે પર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે તેમાં પણ કોલસા ભરેલા ટ્રકની અવર જવર રહેતી હોય જેના કારણે અવાર નવાર ટ્રાફિક જામ તેમજ ગંભીર અક્સ્માત સર્જાય છે અને તેના કારણે આ રોડ પહોળો કરવા લાંબા સમયથી માગણી ઉઠી હતી. મોરબી નવલખી ને જોડતા41 કિમીના રોડ ને અગાઉ 10મીટર પહોળો કરવાની મંજૂરી આપવામાં આવી હતી જોકે હવે રાજ્ય સરકાર દ્વારા આ રોડને 4 લાઈન કરવા મંજૂરીની મહોર મારી દીધી છે અને આં. માટે રું.253.4 કરોડ જેટલી રકમ મંજૂર કરી છે.રાજ્ય સરકાર દ્વારા વાહન વ્યવહાર વધુ સરળ સુગમ બનાવવા વવાણીયા ગામ થી માળિયા મિયાણા ને જોડતો રોડ કોસ્ટલ હાઇવે પણ પહોળો કરવાની કામગીરીને પણ મંજૂરી આપી દીધી છે. આ રોડ પણ રું ,23.50 કરોડ ના ખર્ચે હાલની પહોળો કરવામાં આવશે. સરકાર દ્વારા આ બન્ને રોડ પર આવતા બે રેલવે ફાટક ને પણ ફાટક લેશ કરવા ઓવર બ્રીજ પણ સમાવેશ થશે અને આં તમામ કામની પ્રિ કન્સ્ટ્રક્શનની કામગીરી અને કન્સલ્ટન્સી ડીપીઆર કામગીરી માટે વધારાના 13.40 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે આમ રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લાના મહત્વના એવા નવલખી પોર્ટના વિકાસ અને ઉમદા પરિવહન માટે તેમજ મોરબી નવલખી તેમજ માળીયા મીયાણા ને જોડતા રસ્તા ઉપર ટ્રાફિક અને અકસ્માતની સંખ્યા ઘટાડવા અને વિકાસને વેગ આપવા કુલ 290.2 કરોડ મંજૂર કર્યા છે

મોરબી જિલ્લાના એક માત્ર નવલખી પોર્ટના વિકાસ તેમજ વાહન વ્યવહાર સરળ બનાવવા રાજ્ય સરકાર દ્વારા 290 કરોડ જેટલી રકમ મંજુર કરતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW