HomeGujaratમોરબીના ખોખરાધામ નજીક શ્રમિક યુવકને છરી દેખાડી લુંટ કરનાર ત્રણ આરોપીની ધરપકડ

મોરબીના ખોખરાધામ નજીક શ્રમિક યુવકને છરી દેખાડી લુંટ કરનાર ત્રણ આરોપીની ધરપકડ

વાંકાનેરના ઢુવા ગામ નજીક ઇનવોલ સિરામિક નામની ફેકટરીમાં રહેતા અને મજુરી કરતો અમન અંબારામભાઈ કુશવાહ નામનો યુવક એક મહિના પહેલા ખોખરા બેલા રોડ પર આવેલા મોના લેથ નામની ફેકટરીમાં કામ કરતો હતો. ગત તા 17 ના રોજ અમન ખરીદી માટે ખોખરા ધામ તરફ જવા નીકળ્યો હતો. ત્યારે બે બાઈકમાં આવેલા ચાર શખ્સે તેને ઘેરી લીધો હતો અને છરી બતાવી તેની પાસેથી એક મોબાઈલ અને રોકડની મળી કુલ રૂ.- 12,500ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

જે બાદ તે ઘરે પરત ફરી તેના ભાઈને વાત કરી હતી. જે બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં આ બનાવ અંગેની ફરિયાદ નોધાવી હતી. જે મામલે એલસીબી ટીમને મળેલ બાતમી મળી હતી કે, ગુનાને અંજામ આપનાર આરોપીઓ માળીયા ગામ તરફ જવાના રસ્તે રેલ્વે ફાટક પાસે આવેલ પુલ પર બેઠા હોવાની માહિતી મળતા એલસીબી ટીમ તે સ્થળે જઈ અસગર રમજાનભાઈ મોવર, સમીર સુભાનભાઈ મોવર અને હનીફભાઈ અબ્બાસભાઈ ભટ્ટી નામના ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા. જે બાદ તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, તેને આ ગુનો અન્ય એક સાગરિત સાથે મળી આચરેલા હોવાની કબુલાત આપી હતી.

આ કામે પકડાયેલ ત્રણેય તથા પકડવાના બાકી એમ ચારેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે બાઈક સાથે નિકળી મોરબીના અલગ-અલગ જી.આઇ.ડી.સી. વિસ્તારના એકલ દોકલ મજુરોને રોકી છરીઓ બતાવી ધાક ધમકીઓ આપી મોબાઇલ ફોન તથા રોકડ રકમ પડાવી લુંટ કરતા હતા અને જો કોઇ મજુર તેઓનુ પ્રતિકાર કરે નો તેઓ ઉપર જીવલેણ હુમલો કરી ખુન જેવા ગંભીર ગુનાને અંજામ આપતા હતા. પોલીસે આ આરોપીઓની અટક કરી તેની પાસેથી મળેલ 2500 રૂપિયા રોકડ, 2 છરીઓ અને 5 મોબાઇલ ફોન સહીત કુલ રૂ. 32,500નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમો હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW