મોરબી તાલુકાના નેશનલ હાઈવેથી જેતપર જોડતા રોડને પહોળો કરી રોડ બનાવવની કામગીરી માટે જીલ્લા પંચાયતની દબાણ શાખા દ્વારા 2023માં રહેણાંક મકાન ગાળા ગામમાં દબાણ દુર કરવામાં આવ્યું હતું જોકે આ દબાણ દુર થયા બાદ વિવાદ શરુ થયો હતો જે તે વખતે જેના મકાનની દીવાલ તોડી પાડવામાં આવી હતી તે મકાન માલિક ભાણાભાઈ ઉર્ફે ભાણજીભાઈ ગલાભાઈ જીતીયા દ્વારા તાલુકા પંચાયતથી લઇ કલેકટર કચેરીમાં ફરિયાદ કરી હતી અને તેમના ઘરની જે દીવાલ દબાણ નામથી પાડી દેવામાં આવી હતી તે ખરેખર તેની વારસામા મળેલી જમીન હતી રાજાશાહી સમયમાં તેમના પર દાદા મેઘવાળ ગોરાભાઇ આલાભાઇને રહેવા પ્લોટ ફાળવવામાં આવ્યા હતા અને તેની ગામ નમુના નંબર 2 ના ૫૩ અને ૯૩થી ચાર સો ચારસો વારના બે પ્લોટ રૂપે થયેલી હતી જેના પર તેઓ નિયમિત વેરો પણ ભર[પાઈ કરતા હતા અને ગોરાભાઇના વારસદાર તરીકે હાલ ભાણજીભાઈ, મોહનભાઈ તેમજ મનસુખ ભાઈ હોય અને તેઓ ગામમાં સાથે આ પ્લોટમાં રહેતા હતા આ મકાન માલિકીના પ્લોટનું હોવા છતાં ગ્રામ પંચાયતથી લઇ જિલ્લા કક્ષાની કચેરી સુધીમાં ખોટી રીતે દસ્તાવેજમાં ચેડા કરી તેને 100 ચોરસવાર ના પ્લોટ ગણાવી દેવાયા હતા આ 100 ચોરસવાર પ્લોટ સિવાયની વધારાની જમીન પર ગેરકાયદે કબજો હોવાનું કહી તેને તોડી પાડતા હુકમ કાઢી ૭ જુલાઈ ૨૦૨૩ ના રોજ તે તોડી પાડવામાં આવ્યા હતા. જેતે વખતે તમામ રજૂઆત કરવા છતાં કોઈ એક્શન ન લેવાતા અરજદાર ભાણજીભાઈ જીતીય હાઈકોર્ટ સુધી પહોચ્યા હતા અને તેની માલિકીની જમીન પર દબાણ નામે ડિમોલિશન માટે તત્કાલીન તલાટી કમ મંત્રી આઈ જી કાસુન્દ્રા તાત્કા લીન તાલુકા વિકાસ અધિકારી ડી એચ કોટક, લેન્ડ એન્ડ રેકર્ડ વિભાગના અધિકારી જે એમ ભોરણીયા ઉપરાંત તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી ડી ડી જાડેજા અને તત્કાલીન કલેકટર જી ટી પંડ્યા સામે કાનૂની કાર્યવાહી કરવા માંગણી કરી હતી આ પીટીશન મામલે હવે હાઈકોર્ટ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો હતો અને 6 અઠવાડિયામાં તાલુકા પોલીસ અધિકારીને સંપૂર્ણ કેસની તપાસ શરુ કરવા આદેશ કર્યો હતો અને કેસ લગતા જરૂરી રેકર્ડ એકઠા કરવા ભોગ બનનારને સાંભળી જરૂરી આધાર પુરાવા એકઠા કરવા બાદમાં 2 અઠવાડિયામાં સબંધિત વિભાગને તપાસ અર્થે મોકલવા તેમજ કેસમાં જે પણ જવાબદાર સાબિત થાય તેની સામે ફરિયાદ નોધવા જણાવ્યું હતું
હાઈકોર્ટ દ્વારા સંપૂર્ણ ઘટના તપાસ કરવા અને જો કેસમાં દોષિત સાબિત થાય તો તેની સામે એક્શન લેવા સુચના આપી છે હવે આ કેસમાં પોલીસ શું તપાસ કરે છે ખરેખર અરજીમાં જેની જેની સામે આક્ષેપ કરવામાં આવ્યા છે તેમાં કેટલી સત્યતા છે તે તપાસ બાદ જ સેમ આવી શકશે
આ અંગે તાલુકા પોલીસ અધિકારી એન એ મકવાણાએ જણાવ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા તાલુકા પોલીસ કચેરીમાં અરજદારને સબંધિત દસ્તાવેજ સાથે મળવા સુચના છે પરંતુ હજુ અરજદાર મારા સુધી આવ્યા નથી તતેઓ મળવા આવે અને જે પણ કાગળ સાથે લાવશે તેની સંપૂર્ણ તપાસ કરીશું બાદમાં જે પણ આગળ કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે

