HomeGujaratવલસાડમાં સગીરે મોબાઈલ રીપેરીંગના પૈસા માંગતા સગીર મિત્રે જ લીફ્ટના ખાડામાં ધક્કો...

વલસાડમાં સગીરે મોબાઈલ રીપેરીંગના પૈસા માંગતા સગીર મિત્રે જ લીફ્ટના ખાડામાં ધક્કો મારી કરી હત્યા

આજના સમયના નાના બાળકોથી લઇ યુવાનોમાં મોબાઈલનો ક્રેઝ અતિશય વધી રહ્યો છે. સ્થિતિ એટલી હદે કાબુ બહાર થઇ ગઈ છે કે, મોબાઈલ જાણે કુમળી વયના બાળકોને હત્યા જેવા ગંભીર ગુના સુધી પણ ધકેલી જાય છે. વાલીઓ માટે વધુ એક ચેતવણી રૂપ ઘટના સામે આવી છે. જેમાં બે મિત્રો વચ્ચે મોબાઈલ રીપેરીંગના ખર્ચ આપવા મુદે રકઝક થતા એક સગીર તેના સગીર મિત્રને એક અવાવરુ જગ્યાએ બોલાવ્યો હતો અને ખાડામાં ધક્કો મારી હત્યા નીપજાવી હતી.

બનાવની મળતી માહિતી મુજબ વલસાડ જીલ્લાના પારડીમાં રહેતા દેવેન્દ્ર માથુરદાસ સેનનો ૧૭ વર્ષનો દીકરો ઘરેથી નીકળ્યા બાદ બે દિવસ સુધી ઘરે ન ફરતા પોલીસે મથકમાં ફરિયાદ નોદાહ્વતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. અને પોલીસ દ્વારા બાળકની શોધખોળ માટે અલગ અલગ દિશામાં તપાસ કરીહતી દરમિયાન સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ સર્વેલન્સથી તપાસ કરતા એક સગીર સુધી પહોચી હતી જેની પૂછ પરછ કરતા ચોકાવનાર સત્ય સામે આવ્યું હતું. આ સગીર અને ગુમ થયેલા દેવેન્દ્રદાસ સેનનો પુત્ર મિત્ર હોય દેવેન્દ્રના પુત્રનો મોબાઈલ આ સગીરથી તૂટી ગયો હતો જેથી રીપેર કરવા ખર્ચ માંગતા સગીર પાસે રુપિયા ન હોય જેથી બે દિવસ પહેલા પૈસા આપવાનુ જણાવી મરણ જનાર છોકરાને પારડી આઇ.ટી.આઇ. પાછળ જી.આઇ.ડી.સી.માં અધુરા બાંધકામ વાળી બિલ્ડીંગ ખાતે લઇ ગયેલ અને બિલ્ડીંગના લીફટના ખાડામાં ધકકો મારતા મરણ જનારને ઇજાઓ થયેલ ત્યારબાદ તેના માથામાં ઇંટોના ઘા મારી હત્યા કરી નાખેલ અને કોઇને જાણ ન થાય તે સારૂ તેની લાશ ઉપર ઇંટોના ટુકડાઓ તથા બોરડીના ઝાડી ઝાંખરાઓ નાખી દઇ નાશી ગયેલાની કબુલાત કરેલ છે. જેથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને આગળની વધુ તપાસ હાલ ચાલુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW