મોરબીના કામધેનુ સોસાયટી સંકલ્પ હાઇટસમાં રહેતા સિરામિકમાં ફેક્ટરી કરતો અને પાર્ટ ટાઈમ માં અન્ય ધંધો કરતા ધાર્મીકભાઇ કમલેશભાઇ ઠોરીયાને ધંધામાં રૂપિયાની જરૂર પડતા એક શખ્સ પાસેથી 1 ટકા દૈનિક વ્યાજ પેટે દોઢ લાખ લીધા હતા જોકે આટલું ઉચું વ્યાજ ન ચૂકવી શકતા અલગ અલગ લોકો પાસેથી અલગ-અલગ સમયે વ્યાજે રૂપીયા લીધેલ જે વ્યાજે લીધેલ રૂપીયાનુ ઉચું વ્યાજ ચુકતે ચુકવ્યું હતું જોકે વ્યાજ ના વિષ ચક્રમાં ફસાઈ જતા મુળ રકમની તેમજ ચુકતે નહી કરેલ વ્યાજના રકમની માંગણી કરી વધુ રૂપિયા પડાવવાના ઈરાદે તમામ શખ્સ સુરેશભાઇ રબારી, માધવ બોરીચા, ભરતભાઇ બોરીચા, શીવમ રબારી, હીરાભાઇ ભરવાડ અને પંકજ ઉર્ફે ધવલ ફેફર નામના આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ધાર્મિક ભાઈએ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં તે છ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

