મોરબીના લાલપર ગામે રહેતા જયેશભાઇ અઘારાના માતા શારદાબેન અને પત્ની ઉર્વિશાબેન ગત તા.- 23/11/2024ના રોજ સવારના દસ-સાડા દસેક વાગ્યે તે બંને નેશનલ હાઈવે પર સીરામીક સીટીના ગેટ સામે રિક્ષામાં બેસવા માટે રોડ ક્રોસ કરીને જતા હતા. ત્યારે વાંકાનેર-મોરબી તરફથી એક અજાણ્યા કાર વાહન ચાલકે પોતાના હવાલાવાળી કાર વાહન ફુલ સ્પીડમાં અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી પાછળથી ફરીયાદીના પત્નિ ઉર્વિશાને હડફેટે લેતા ઉર્વિશા રોડ પર પડી જતા જેમા ઉર્વિશાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા કરી પોતાના હવાલાવાળી કાર ચલાવીને નાશી હતો. બાદમાં ચાલુ સારવાર દરમ્યાન ઇજાના કારણે ફરીયાદી ના પત્નિ ઉર્વિશાબેનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં તે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

