HomeGujaratમોરબીમાંથી 5 ચોરાઉ બાઈક સાથે રીઢો બાઈક ચોર ઝડપાયો 

મોરબીમાંથી 5 ચોરાઉ બાઈક સાથે રીઢો બાઈક ચોર ઝડપાયો 

મોરબી શહેરના બી ડિવિઝન પોલીસ મથકના અલગ અલગ વિસ્તારમાં ચાર જેટલા બાઈક ચોરી થયાની ફરિયાદ સામે આવી હતી જેના આધારે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી અને જે સ્થળ પરથી બાઈક ચોરી થઇ હતી તે તેમજ અલગ અલગ સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસ હાથ ધરી હતી જેના આધારે એક શંકાસસ્પદ વ્યક્તિ ના ફૂટેજ મળી આવતા પોલીસે તેની શોધખોળ શરુ કરી હતી દરમિયાન બી ડીવીઝન પોલીસની ટીમ શોભેશ્વર નાકા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક બાઈકમાં શંકાસ્પદ શખ્સ મળી આવતા તેને અટકાવી પૂછ પરછ કરી તેની પાસે ના બાઈકના કાગળ માંગતા બાઈક તેનું ન હોય ને આરસી બુક પણ ન હોવાનું જણાવતા પોલીસે પોકેટ કોપ એપ્લીકેશનની તપાસ કરતા બાઈક પીપળીના મહેન્દ્રસિંહ જામભા ઝાલાના નામનું હોવાનું જાણવા મળતા પોલીસ શખ્સની અટકાયત કરી હતી તેનું નામ પૂછતાં પોતાનું નામ શક્તિ સુખાભાઈ વિંછીયા રહે ધ્રાંગધ્રાના કુડાનો હોવાનું જણાવ્યું હતું આરોપીની પૂછ પરછ કરતા બાઈક ચોરીની હોવાનું જણાવ્યું હતું જે બાદ પોલીસે આગવી ઢબે તપાસ કરી હતી.વધુ 4  મળી કુલ 5 બાઈક જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 


RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW