મોરબી ખાતે શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ,મોરબી દ્વારા નુતન વર્ષ સ્નેહમિલન તેમજ ધોરણ 1 થી 12ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું મેડલ અને શૈક્ષણિક કીટ આપી તેમજ તમામ પ્લેહાઉસ LKG UKG ના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી સરસ્વતી સન્માન કરવામાં આવ્યું હતું.
જે કાર્યક્રમમાં બગથળાના મહંત દામજી ભગતએ તેમના આશીર્વચન પાઠવેલ અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ટેલિફોનિક થકી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલ હતી. મોચી જ્ઞાતિના ઘણા આગેવાનો,પ્રતિષ્ઠીત વ્યક્તિઓ અને દાતાઓ હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માન કરાયું હતું.

