HomeGujaratવાંકાનેરના લુણસર ગામે ગેરકાયદેસર સેન્ડસ્ટોન ચાલતું ખનન ઝડપાયું

વાંકાનેરના લુણસર ગામે ગેરકાયદેસર સેન્ડસ્ટોન ચાલતું ખનન ઝડપાયું

મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેર દ્વારા ખનીજચોરી અટકાવવા બાબતે ગઈકાલના રોજ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે બાબતે સૂચના આપતા કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના લુણસર ગામે ધોળાકુવા વિસ્તારમાં તપાસ કરવામાં આવતા એક્સકેવેટર મશીન નંબર 20SE21A0100661 મારફતે સેન્ડસ્ટોન ખનીજનું ગેરકાયદેસર ખોદકામ કરવામા આવતું હોવાનું સામે આવ્યું હતું. વધુમાં ખાણ ખનીજ વિભાગની તપાસમાં ખોદકામ એક્સકેવેટર મશીન આરોપી રમેશભાઈ જાલાભાઈ ગમારા, રહે. લુણસર તા. વાંકાનેર અને ગોપાલભાઈ ગેલાભાઇ ધ્રાંગીયાનું હોવાનું સામે આવતા ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોન ખનીજનું ખોદકામ કરવા બદલ મશીન સીઝ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW