HomeGujaratમોરબીમાં આજથી બે દિવસીય કેન્સર નિદાન કેમ્પનું આયોજન

મોરબીમાં આજથી બે દિવસીય કેન્સર નિદાન કેમ્પનું આયોજન

મોરબીમાં શ્રી વિશાશ્રીમાળી વણીક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 9 અને 10 નવેમ્બરના રોજ મોરબીના નવા ડેલા રોડ પર આવેલા ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે સ્વ. બટુકલાલ ત્રંબકલાલ ઠાકર તથા સ્વ. ભાવેશભાઈ બટુકલાલ ઠાકર દ્વારા 190માં કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ 9 નવેમ્બરને શનિવારે સાંજે 4 થી 7 અને 10 નવેમ્બર ને રવિવારે સવારે 9 થી 12 દરમિયાન યોજાશે. કેમ્પમાં મુંબઈના નિષ્ણાંત કેન્સરના સર્જન ડો.વિક્રમભાઈ સંઘવી સેવા આપશે. વિનામૂલ્યે આયોજિત કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓને પોતાનું નામ મયુરભાઈ વોરા મો.નં. 9537099219 ઉપર અગાઉથી નોંધાની કરવા મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW