HomeGujaratમોરબી રાજકોટ હાઇવે મિતાણા ગામ નજીક કારચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું...

મોરબી રાજકોટ હાઇવે મિતાણા ગામ નજીક કારચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબી રાજકોટ હાઇવે પર ગત તા.- 25/10/2024ના રોજ બપોરના સમયે ગોપાલભાઇ ગજેરા તેનું GJ-36-AB-3318 નંબરનું બાઈક લઇ મિતાણા ગામથી આગળ દિવ્યશક્તિધામ બહુચરમાતાના મંદીરની સામે રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હોય તે દરમિયાન કોઈ GJ-03-EC-6513 નંબરની સ્વીફ્ટ કાર પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઈકને હડફેટે લેતા ગોપાલભાઇ ગજેરાને ગંભીર ઈજા પહોચી હતી. જે બાદ તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ ટંકારા પોલીસ મથકમાં તે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW