મોરબીના શાપર ગામ પાસે આવેલ સ્પેન્ટાગોન નામની ફેક્ટરી માં રહેતા ઓરિસ્સાના વતની રામચંદ્ર કુમાર જુધિસ્ઠિર ભાઈ ભૂયાન અને તેના મિત્ર દિવાળી નો પર્વ હોવાથી તેમના વતન જવા માટે પીપળી રોડથી હાઉસિંગ બોર્ડ તરફ જવા રીક્ષામાં બેસીને નીકળ્યા હતા રસ્તામાં પીપળી ગામ સામે આર.સી.સી રોડનુ કામ ચાલતું હતું ત્યાં. ઊભી રાખી હતી ને આ રિક્ષા ચાલકે પોતાની પાસેની છરી કાઢી રામચંદ્ર કુમારને છરી બતાવી તેના ખિસ્સામાં રાખેલા રૂ ૮૦૦૦ અને તેના સાથો પાસે રહેલ રૂ.૧૨,૦૦૦ એમ મળી કૂલ રૂ. ૨૦,૦૦૦ રોકડા પડાવી લઇ, ગાળો આપી રીક્ષામાંથી ઉતારી ફરાર થઇ ગયો હતો આ અંગે રામચંદ્ર દ્વારા એ મોરબી તાલુકા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી હતી આ ફરિયાદ આધારે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી અને બનાવની જગ્યાથી છેક શહેર સુધીના અલગ અલગ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તપાસ કરતા આ રીક્ષા મળી આવી હતી રીક્ષાના નંબર જીજે 24 ડબ્લ્યુ 8691 નંબર હોવાનું સામે આવતા પોકેટ કેપ એપ્લીકેશન મદદથી રીક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી હતી
પોલીસને બાતમી મળી હતી કે આ શખ્સ હાલ જેતપર પીપળી રોડ પર રીક્ષા લઈને પસાર થઇ રહ્યો હોય જેથી પોલીસે વોચ ગોઠવી હતી અને પીપળી રોડ પર થી જીજે 24 ડબ્લ્યુ 8691 નંબર ની રીક્ષા આવતા તેને અટકાવી તેની પૂછ પરછ કરતા પોતાનું નામ ભરત દીપકભાઈ દેવીપુજક હોવાનું જણાવ્યું હતું.તેમજ આ શખ્સ મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા ગામના વતની હોવાનું અને મોરબીના શોભેશ્વર રોડ વિસ્તારમાં રેહતા હોવાનું જણાવ્યું હતું આરોપીની સીસીટીવી ફૂટેજ અને તપાસ બાદ ચોરીની ઘટના અંગે આગવી ઢબે પૂછ પરછ કરતા બન્ને શ્રમિકને છરી બતાવી રૂપિયા પડાવી લીધા હોવાની કબુલાત કરતા તેની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

