રાજકોટના રામેશ્વર મંદિર વિસ્તાર રહેતા મુદે દેવભૂમિ દ્વારકા જીલ્લાના વતની કરસન નગા કરમુર નામના યુવાન વાંકાનેર પંથકમાં ખાણમાંથી બેલા કાઢી વેચાણનો ધંધો કરતા હોય અને તેના નાના ભાઈ સામત ભાઈ વાંકાનેરમાં રહેતા હોય અને આણંદપર ગત રાત્રીના ૧૧ વાગ્યાની આકાશ ઉર્ફે આખલો ઓડેદરા નામના શખ્સ સાથે ઝઘડો થયો હતોં અને આકાશ અને તેના સાથીઓ દ્વારા સામતભાઈ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી ફરાર થઇ ગયા હતા.જેથી સામત ભાઈને ગંભીર હાલતમાં વાંકાનેર સિવિલ ખસેડ્યા હતા જ્યાંથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો
બનાવ અંગે મૃતક સામતભાઈ ના ભાઈ કરસન કરમુરે વાકાનેર તાલુકા પોલીસ મથકમાં આકાશ ઉર્ફે આખલો ઓડેદરા,વેજો કારાવદરા,જયમલ કારવદરા,ભરત ઓડેદરા, રામભાઈ મેર અને અન્ય ત્રણ શખ્સ સામે ફરીયાદ નોધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેના નાના ભાઈ સામત ભાઈને ચાર પાચ વર્ષથી રમેશભાઈ ચનાભાઈ નામની વ્યક્તિ સાથે માથાકૂટ ચાલતી હોય અને તેનું મનદુઃખ રાખી આરોપીઓએ ઝઘડો કરી તેના ભાઈની હત્યા કરી છે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાની ગેર કાયદે ટોળકી રચી હથીયાર ધારણ કરી ભય ફેલવવા અને સહિતની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો તપાસ હાથ ધરી હતી

