HomeGujaratમોરબીમાંથી કોપર વાયર ચોરી કરતી ટોળકી ઝડપાઈ, પાંચ શખ્સની ધરપકડ

મોરબીમાંથી કોપર વાયર ચોરી કરતી ટોળકી ઝડપાઈ, પાંચ શખ્સની ધરપકડ

સો કિલોગ્રામ કોપર વાયર અને રીક્ષા સહિત 1.90 લાખનો મુદ્દામાલ જપ્ત,

મોરબીના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોપર વાયર ચોરી થવાની ઘટનાં બની રહી હતી. જેને લઇ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ ચલાવી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, મોરબીના જૂના ઘૂટુ રોડ પર સોના સિરામિક પાસે એક રીક્ષામાં શંકાસ્પદ રીતે કોપર વાયરનો મોટો જથ્થો લઈને જવાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ઘુટુ રોડ પર આવેલા GJ-3-AW-7021 નંબરની રીક્ષા અટકાવતા તેમાંથી મોટા પાયે કોપર વાયર નો જથ્થો મળી આવતા આ કોપર વાયર ના બિલ કે અન્ય દસ્તાવેજ મગવતા રીક્ષા ચાલક દ્વારા અતેના ડોક્યુમેન્ટ કે બિલ ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આં કોપર વાયર નો જથ્થો જપ્ત કર્યો હતો અને રીક્ષા ચાલક જીતેન્દ્ર જીવાભાઈ પરમાર નામના શખ્સની અટકાયત કરી પૂછ પરછ કરતા આ કોપર વાયર ગોર ખીજડીયા ગામે આવેલા યારા ડેકોરેટિવ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ શખ્સે અન્ય ચાર શખ્સ વિક્રમ કૈલાસ આંબલીયાર, અમજદ ફકીર મહંમદ પઠાણ, રૂપસિંગ ઉર્ફે દિલીપ પાર સિંગ ભુરીયા, વિરેન વિજયભાઈ રાઠોડ, ગુલામ જુસબ ખોલરાં,સહિતના શખ્સોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

7 જેટલી ફેક્ટરીમાંથી થયેલા કોપર ચોરીમાં આં ગેંગની સંડોવણી ખુલી 

આરોપીઓ દ્વારા મોરબીના ચાચાપર ગામમાં આવેલ ઓમેક્ષ પોલિપેકમાંથી 80 કિલો કોપર, શાપર ગામ પાસે આવેલી દિવેનટો સિરામિક મ 50 કિલો કોપર વાયર, ખેવારીયા ગામ પાસે આવેલી ટ્રોઈ પોલીપેક નામની ફેક્ટરી માંથી 40 કિલો વાયર ઘુટુ ગામ પાસે આવેલી લિવેન્ટો સીરામીક માંથી 40 કિલો વાયર, નીચી માંડલ ગામ પાસે આવેલ લીવેજા સીરામીક માંથી 40 કિલો,જૂના ઘૂટુ ગામ પાસે સ્પેર સિરામીક નામની ફેક્ટરીમાંથી પણ 40 કિલો કોપર વાયર ની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW