HomeGujaratમોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે 6 ડેમમાં પાણીની આવક વધી ,4 ડેમમાંથી...

મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે 6 ડેમમાં પાણીની આવક વધી ,4 ડેમમાંથી પાણી છોડાયુ

મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા આજે જિલ્લાના 6 ડેમોમાં સાંજે નવા પાણીની આવક શરૂ થઈ હતી. તેમાં પણ 4 ડેમોમાં રાત્રીના સમયે પાણીની આવક વધી ગઈ છે.

મચ્છુ 1 ડેમમાં 100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.હાલ ડેમ 0.05 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જે સ્થિતિ યથાવત છે. મચ્છુ-2 ડેમમાં સાંજે 108 ક્યુસેક પાણીની આવક થતા 1 ગેટ 2 ઇંચ ખોલવામાં આવ્યો હતો. પણ હવે પાણીની આવક વધીને 1295 ક્યુસેક થતા 1 ગેટ 2 ફૂટ ખોલી નાખવામાં આવ્યો છે. મચ્છુ 3 ડેમમાં રવિવારે સાંજે શરૂઆતમાં વરસાદી માહોલ ને કારણે 235 ક્યુસેક પાણીની આવક થતા 1 ગેટ 3 ઇંચ ખોલવામાં આવ્યો હતો. જોકે મેઘરાજાની તોફોનાની બેટિંગ કારણે પાણીમા અચાનક આવક વધારો થયો હતો. પાણીની આવક વધીને 939 ક્યુસેકે પહોંચતા 1 દરવાજો 1 ફૂટ ખોલી નાખવામાં આવ્યો છે. ડેમી 1 ડેમમાં સાંજે 45 ક્યુસેક પાણીની આવક નોંધાય હતી. જે વધીને 107 ક્યુસેક થઈ ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW