HomeGujaratમોરબી જિલ્લામાં ફરી મેઘરાજાની તોફાની ઇનીંગ,દોઢ કલાક સાડા ત્રણ ઇંચ વરસાદ

મોરબી જિલ્લામાં ફરી મેઘરાજાની તોફાની ઇનીંગ,દોઢ કલાક સાડા ત્રણ ઇંચ વરસાદ

મોરબી સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ સ્થળે છેલ્લા બે દિવસ થી તો જાણે આસોમાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ દે ધનાધન પાણી વરસી રહ્યું છે. શનિવારે અમરેલી જૂનાગઢ, રાજકોટ સહિતના જિલ્લા માં વરસાદ પડ્યો હતો ત્યારે મોરબી શહેરમાં સાંજના સમયે ગાજ વીજ સાથે વરસાદ વરસ્યા બાદ રવિવારે દિવસ દરમિયાન તડકા છાંયડા વાળું વાતાવરણ રહ્યું હતું જોકે સાંજે 6 વાગ્યે વાતાવરણ સંપૂર્ણ પણે પલટાયું હતું મોરબીમાં ચારેય તરફ ઘટાટોપ વાદળો ગોરંભાયા હતા અને અચાનક ગાજ વીજ સાથે તોફાની વરસાદ તુટી પડયો હતો લગભગ દોઢ થી પોણા બે કલાક સુધી મોરબીના તોફાની વરસાદ વરસી પડતા સમગ્ર મોરબી શહેર જળમગ્ન બની ગયું હતું. દોઢ કલાક માં લગભગ પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો જેના કારણે શહેરના તમામ માર્ગો નદીમાં તબદીલ થઇ ગઇ હોય તેમ રસ્તા પર માત્ર. પાણી પાણી જોવા મળ્યું હતું શનાળા રોડ માં ,કાયાજી પ્લોટ, ચકિયા હનુમાન વિસ્તાર નહેરુ ગેટ ચોક વિસ્તારમાં, શાક માર્કેટ ના આગળ અને પાછળ બન્ને તરફ દૂકાનો માં પાણી ઘુસી ગયા હતા મોરબી ઉપરાંત ટંકારા અને વાંકાનેરમાં પણ વરસાદ ની તોફાની ઇનિંગ જોવા મળી હતી મોરબી જિલ્લામાં સાંજ સુધીમાં મોરબીમાં મોરબી ઉપરાંત ટંકારા અને વાંકાનેરમાં પણ વરસાદ ની તોફાની ઇનિંગ જોવા મળી હતી રાત્રે 8 વાગ્યા સુધીમાં મોરબીમાં 87મીમી, વાંકાનેરમાં 42મીમી, ટંકારામાં 10મીમી વરસાદ વરસી પડયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW