વાંકાનેર તાલુકાના મહિકા ગામમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા વિજયભાઈ શિવા ભાઈ ચાવડાના માતા ચંપાબેનને તેના જ ગામમાં રહેતા ઉસ્માનભાઈ મામદભાઈ બાદી દ્વારા પોતાની ખેતીની જમીન વેચવાનું કહેતા ચંપાબેને રૂ 5 લાખ રૂપિયા આપ્યા હતા બદલામાં નોટરી દ્વારા જમીન વેચાણનું સાટા ખાત કરી આપ્યું હતું જો કે જમીનના પાકા દસ્તાવેજ કરી આપ્યા ન હતા જેથી ત્રણ મહિનાની મુદત પૂર્ણ થતા આ દસ્તાવેજ કરી આપવા જણાવતા આરોપી દ્વારા અલગ અલગ બહાના બાજી કરત વિજયભાઈને શંકા જતા તેઓએ વાંકાનેર મામલતદાર કચેરીમાં તપાસ કરતા જેને જે જમીનનો સાટા ખાત કર્યો હતો તે સર્વેની કોઈ જમીન જ ન હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેઓએ આ અંગે ઉસ્માનભાઈને જાણ કરતા અંતે સર્વે નંબર 211ની પૈકી 1 ના ખાતા નંબર 753 માં સાટા ખત કરી આપ્યો હતો અને નવા સાટા ખતના પણ દસ્તાવેજ કરી આપતો ન હોવાથી ચંપાબેને ગ્રામ પંચાયતમાં વાંધા અરજી આપી હતી જે બાદ જાહેર નોટીસ આપી દસ્તાવેજ કરી આપવા જણાવવા છતાં દસ્તાવેજ ન થતા રજીસ્ટ્રાર કચેરીમાં આ અંગે વાંધા અરજી મૂકી હતી અને વર્તમાન પત્રમાં જાહેરાત આપતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને પરિવારને ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકીઓ પણ આપી હતી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા અંતે કંટાળી જઈ હાઈ કોર્ટમાં આ અંગે અરજી કરવામાં આવી હતી કોર્ટે કેસમાં અરજી કરવા હુકમ કર્યો હતો ચંપાબેનની તબિયત નાદુરસ્ત હોવાથી તેમના પુત્ર શીવાભાઈ એ આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે એટ્રોસીટી એકટ હેઠળ તેમજ છેતરપીંડીની કલમ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

