HomeGujaratમોરબીના રામધન આશ્રમમાં શરદોત્સવ નિમિતે યજ્ઞ પૂજા અને આરતી સહિતના કાર્યક્રમ યોજાયો

મોરબીના રામધન આશ્રમમાં શરદોત્સવ નિમિતે યજ્ઞ પૂજા અને આરતી સહિતના કાર્યક્રમ યોજાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં શરદ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શરદ પૂર્ણિમા પ્રસંગે રામધન આશ્રમમાં ઉમિયા માતાજીનો યજ્ઞ, કુંવારીકા પૂજા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

તેમજ સંત રત્નેશ્વરી માના જન્મદિવસ નિમિત્તે કાલિકાનગર સ્કૂલના બાળકોને શૈક્ષણિક કીટ તેમજ દીકરીઓને લ્હાણી આપી ભોજન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, દેવકણભાઈ, કેશુભાઈ, ત્રિભોવનભાઈ, દિનેશભાઈ, ચુનીભાઈ, મહેશભાઈ અઘારા, કાળુભાઈ તેમજ આશ્રમના ભાઈઓ-બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW