(1) મોરબીના ઊંચી માંડલ ગામની સીમમાં આવેલઓરિન્ડા સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા જગદીશસિંહ છત્રુઘનસિંહ નામના યુવાનનું ગઈકાલે લેબર કવટર્સના પહેલા માળેથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના મામલે મોરબી તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી છે.
(2) વાંકાનેરના આણંદપર ગામે આવેલ શિવશક્તિ સ્ટોન નામની પથ્થરની ખાણમાં કામ કરતા દિલીપભાઈ જોગીભાઈ શીંગાડિયા નામના શ્રમિક યુવાન ઉપર પથ્થર પડતા ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યો હતો.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા તેના મૃત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

