HomeGujaratવાંકાનેરના સન પાર્કમાં રૂપિયા લેતી દેતી મુદે યુવકની હત્યા કરનાર શખ્સ ઝડપાયો

વાંકાનેરના સન પાર્કમાં રૂપિયા લેતી દેતી મુદે યુવકની હત્યા કરનાર શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકાના રોડ પર આવેલા સન પાર્ક સિરામિક નામની ફેકટરીમાં પર પ્રાંતીય યુવાનની ખિસ્સા ખર્ચ માટે પૈસા માંગવા મુદે થયેલા ઝઘડા અને મારામારીની ઘટનામાં યુવાનની પાવડાનો હાથો ઝીંકી હત્યા કરવમાં આવી હતી જે બાદ આરોપી ફરાર થઇ ગયો હતો આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી હતી અને સાથી સાથી કર્મચારીની હત્યા કરનાર આરોપીને ઝડપી લઇ તેના વિરુધ્દ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર સનપાર્ક કારખાનામાં રહેતા રાહુલભાઈ પુરનલાલ જોષીએ આરોપી રાનું ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ ગત તા. ૧૩ ના રાત્રીના સમયે ફરિયાદીના કુટુંબી સંદીપ રાજેશભાઈ જોષી અને ગામનો કુટુંબી રાનું ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષીને ખર્ચના રૂપિયા બાબતે ઝઘડો થયો હતો અને સંદીપ રાજેશભાઈએ ગામના રાનું ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી પાસે ખર્ચના રૂપિયા માંગતા રાનુંએ નહિ હોવાથી આપવાની ના પાડી હતી અને પૈસાની લેતીદેતી મામલે ઝઘડો થતા આરોપી રાનુંએ સંદીપને હાથ પગ વડે માર મારી પાવડાના હાથાથી મોઢા પર ઘા મારી દેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી વાંકાનેર તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લઈને હત્યામાં વપરાયેલ પાવડાનો લાકડાનો હાથો કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW