HomeGujaratમોરબીના ઘૂટુંમાં પત્નીએ છુટા છેડા માટે કોર્ટમાં અરજી કરતા પતિએ કર્યો જીવલેણ...

મોરબીના ઘૂટુંમાં પત્નીએ છુટા છેડા માટે કોર્ટમાં અરજી કરતા પતિએ કર્યો જીવલેણ હુમલો

મોરબીના ઘૂટૂ ગામમાં રહેતા અને  હસમુખભાઈ નાનજીભાઈ ઉભડિયાની પુત્રી ગાયત્રીના લગ્ન જીજ્ઞેશ સવજી અઘારા સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન દંપતી વચ્ચે કોઈ કારણસર અણ બનાવને કારણે ગાયત્રીબેન છેલ્લા દોઢ વર્ષથી પિયર રહેતી હોય અને ગાયત્રીબેનને પતિ સાથે છૂટાછેડા કરવા હોવાથી તેઓ કોર્ટમાં પતિ સામે કેસ કરેલા હોય જે બાબતનું મન દુખ રાખી જીગ્નેશ ઘરે આવ્યો હતો અને ગાયત્રી બેન સાથે ઝઘડો કરી તેને મારી નાખવાના ઈરાદે કટર બ્લેડથી ગાયત્રીબેન પર હુમલો કરી દીધો હતો અને ગંભીર ઈજા પહોચાડી ફરાર થઇ ગયો હતો ઈજાગ્રસ્ત હાલતમાં ગાયત્રીબેનને હોસ્પિટલ ખસેડાયા હતા બનાવ અંગે ગાયત્રીબેને આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW