મોરબીની નીચી માંડલ ખાતે આવેલ ઇટાલસ સિરામિક કારખાનામાં કામ કરતા હર્ષદભાઈ છગનભાઇ ટાંક તેનું GJ-10-DS-8458 નંબરનું બાઈક લઇ વાવડી ગામે ઘેર પરત આવતા હોય તે દરમિયાન હળવદ મોરબી હાઇવે રોડ ઉંચી માંડલ નજીક અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી બાઈકને હડફેટે લેતાઅકસ્માત સર્જાયો હતો. જેમાં હર્ષદભાઈને ગંભીર ઇજાઓ પહોંચાડતા સ્થળ ઉપર જ તેનું મૃત્યુ નીપજતા તેમના ભાઈ નિખિલભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

