મોરબીના વાવડી રોડ નજીક આવેલ લોમજીવન સોસાયટીમાં રહેતા અસ્માબેન દિલાવરભાઈ ચિચોદરા નામના યુવતીએ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાની ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે યુવતીના પિતા એ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી છે.

