ઔદ્યોગિક નગરી મોરબીમાંથી વેપારીઓ ઉદ્યોગકારો તેમજ શ્રમિકો લોકો મોટી સંખ્યામાં અમદાવાદ મુંબઈ તેમજ અન્ય રાજ્યમાં આવતા જતા હોય છે અને તેમના માટે રેલ્વે સુવિધા સૌથી સસ્તી અને ઝડપી સેવા છે પરંતુ જાણે રેલ્વે વિભાગને મોરબી સાથે અણગમો હોય તેમ લાંબા અંતરની એક પણ ટ્રેન આપવામાં આવી નથી જેના કારણે ઔદ્યોગિક હબ એવા મોરબીને સતત અન્યાય થતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
#AhmedabadRailInfo #VandeMetro#Ahmedabad #Sabarmati #Chandlodiya
— Ahmedabad Junction (@AhmedabadWR) September 12, 2024
94801/02 Ahmedabad ⇄ Bhuj Vande Metro to start from 16th Sept@Gujaratrail @Ahmedabad_Div @IndexofGujarat @bothra12345 pic.twitter.com/RaB7jEMBr9
તાજેતર માં સાંસદ વિનોદ ચાવડા દ્વારા રેલ્વે વિભાગને પત્ર લખી લાંબા અંતરની ટ્રેન આપવામાં આવે તેવી માંગણી કરી હતી જોકે આ રજૂઆતને રેલ્વે વિભાગે અભેરાઈએ ચઢાવી દીધી હોય તેમ રાજ્યની સૌ પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન જે હાલ ભુજથી અમદાવાદ રૂટ પર શરુ કરવામાં આવી રહી છે આ ટ્રેન અમદાવાદ, સાબરમતી, ચાંદલોડીયા,વિરમગામ સુરેન્દ્રનગર વાંકાનેર મોરબી સામખીયાળી અને ગાંધીધામ થઇ ચલાવવા લોકો માંગણી હતી પરંતુ આ ટ્રેન ફરી મોરબી વાંકાનેરના બદલે અમદાવાદ, સાબરમતી, ચાંદલોડીયા,વિરમગામ ધ્રાંગધ્રા હળવદ સામખીયાળી ગાંધીધામ ભુજ થઇ ચાલશે આ ટ્રેન આગામી 16 સપ્ટેમ્બરથી શરુ થશે
મોરબી જેવું ઔદ્યોગિક શહેર જે વર્ષોથી લાંબા અંતરની ટ્રેન માટે સતત અન્યાયનો સામનો કરતું હોય અનેક વખત વિવિધ ઔધોગિક એસોસિએશન ,વેપારીઓ સામાજિક સંગઠનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં લાંબા અંતરની

