મોરબીના ભડીયાર ગામે રામાપીરના મંદીર સામે જાહેરમાં જુગાર રમતા ગાંડુભાઈ બાજુભાઇ ઇંટોદરા, સીરાજભાઇ અમીરઅલી પોપટીયા, જશુભાઇ સુજાભાઇ ઇટોંદરા, હીતેષભાઇ અતુલભાઇ ત્રીવેદી અને યાસ્મીનબેન ઉર્ફે આરતીબેન શૈલેષભાઇ અગેચણીયાને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 67,500 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.

