મોરબીના સીરામીક સીટી પાસે આવેલ હરીઓમ પાનની પાસે બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં વિદેશી દારૂ સાથે રફીકભાઈ મામદભાઈ ચાનીયાને પોલીસે પકડી લીધો હતો. તે શખ્સ પાસેથી કુલ 6 બીયર ટીન મળી આવેલ હતા, જે પોલીસે કબ્જે કર્યા હતા. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

